આપને આમાંથી કયો શબ્દ યોગ્ય લાગે છે તે મતદાન દ્વારા જણાવો. એ સિવાયનો પણ કોઈ શબ્દ તમને સુઝતો હોય તો સૂચનો આવકાર્ય છે. વધુમાં વધુ ત્રણ શબ્દો પસંદ કરી શકો છો....

Select up to 3 answers.

1 Comment

  • Dipak Dholakia - 12 years ago

    સારી ચર્ચા છે. આમ તો સંસ્કૃતના જે શબ્દો આપણી ભાષામાં જે અર્થમાં વપરાતા હોય તે જ અર્થમાં એનો વિસ્તાર કરીને નવો શબ્દ બનાવવો જોઈએ. બીજી ભાષામાં એનો અર્થ જુદો પણ હોય, પરMtu મુખ્યત્વે એનો પ્રયોગ આપણી ભાષા માટે થતો હોય છે એટલે અભ્યાસનો અર્થ હિન્દીમાં પ્રૅક્ટિસ હોવા છતાં આપણે એનો ઉપયોગ અધ્યયન તરીકે કરીએ છીએ એટલે અભ્યાસ ચાલે. ગીતામાં અભ્યાસનો અર્થ પ્રૅક્ટિસ છે. એ જ રીતે કન્નડમાં સંપ્રદાયનો અર્થ ટ્રેડિશન છે.
    મને લાગે છે કે અભ્યાસિકા શબ્દ સારો હોવા છતાં એ અભ્યાસકનું સ્ત્રીલિંગ બની રહે એ શક્ય છે, જો કે આપણે અભ્યાસક શબ્દ વાપરતા નથી. તે ઉપરામ્ત એનો અર્થ અબ્યાસનું સાધન એવો પણ થાય. અખાડામાં જેમ સાધનો હોય તેમ.
    આપણા મહાન ચિંતક અને કવિ શ્રી ઉમાશંકર જોષીએ વર્ષો પહેલાં કહ્યું હતું "ચાલો, ગ્રંથોનાં મયખાનાં ખોલીએ." આમ એમણે મયખાના ઉર્દુ (મૂળ ફારસી)નો શબ્દ લીધો અને એને પુસ્તકો સાથે જોડીને નવો અર્થ આપ્યો.
    scriptorium પણ સ્ટેડિયમ, ઑડિટોરિયમ. પ્લૅનેટેરિયમ. ઍક્વૅરિયમ વગેરે જેમ બનાવેલો લેટિન શબ્દ છે.
    આપણે એને કલમઘર કહી શકીએ. કારણ કે ત્યાં મૂળ કામ તો કલમનું છે. કલમશાળા પણ છે. આમ તો શાળા એટલે મોટી ખુલ્લી જગ્યા. જેમ કે વ્યાયામ શાળા. અશ્વશાળા, ગજશાળા. પણ હવે એ સ્કૂલના અર્થમાં જ મુખ્યત્વે વપરાય છે. અને સ્ક્રિપ્ટોરિયમની લંબાઇ પહોળાઈ કઈં બહુ મોટી ન હોય. એટલે કલમઘર શબ્દ મને વધારે યોગ્ય લાગે છે, જેમ ઘરની અંદર જ પૂજાઘર પણ હોય જ છે.
    શબ્દની પસંદગી વખતે પુસ્તકો ન ખોલવાં/ખોળવાં જોઇએ. કારણ કે એમાંથી મળતો શબ્દ મરી પરવાર્યો હોય એવું બને. પણ લોકો સહેલાઇથી સમજી જાય એવો શબ્દ લોકોમાં વપરાતી ભાષામાંથી બનાવવો જોઈએ. આરીતે પણ મને કલમઘર શબ્દ વધારે સહેલો લાગે છે, વળી એ મૂળ અર્થને વધારે સારી રીતે વ્યક્ત કરે છે.
    ધવલભાઈને યાદ હશે કે તેઓ અને હું બે-ત્રણ વાર એક જ 'તર્કવૃત્ત' પર રહ્યા છીએ એટલે તેઓ મારાથી અપરિચિત નથી જ.
    આ શબ્દ મારા કીબોર્ડ પર ટાઇપ કરતાં ઓચિંતો જ પ્રગટ થયો હતો કારણ કે અમારા બન્નેના વિચારો એક મુદ્દા પર સમાન જણાયા;, રજુઆત જુદી હતી. એટલે તરત કર્કવૃત્ત યાદ આવ્યું અને નવો શબ્દ બની ગયો.
    એક જ વિચાર પર સંમત હોવું એટલે તર્કવૃત્ત પર એક સાથે હોવું!

Leave a Comment

0/4000 chars


Submit Comment